પચાસ ટકા વોર્ડમાં 1000થી વધારે કોરોનાના કેસ

પચાસ ટકા વોર્ડમાં 1000થી વધારે કોરોનાના કેસ
મુંબઈ. તા. 24 : છેલ્લા થોડા દિવસોમાં વધુ ચાર વૉર્ડે 1000નો આંકડો પાર કર્યો હતો.આમાં સ્લમથી ભરેલા માનખુર્દ અને ગોવંડીને સામેલ કરતાં એમ-ઇસ્ટનો સમાવેશ થાય છે.
શહેરના 24 વોર્ડમાથી 11માં કોરોનાના 1000થી વધારે કેસ છે. વધુ બે વૉર્ડ 1000નો આંકડો આંબવાની આરે પહોંચી ગયા છે. દરમ્યાન ધારાવી અને માહિમને સામેલ કરતાં જી-ઉત્તર વૉર્ડે 2000નો આંકડો પાર કર્યો છે.એમ-ઈશ્ટ ઉપરાંત 1000નો આંકડો પાર કરનારા બીજા વૉર્ડ કે-પૂર્વ ( અંધેરી પૂર્વ અને વિલે પાર્લે), એફ-સાઉથ (પરેલ અને શિવડી) તથા એન (ઘાટકોપર) વૉર્ડ છે. એક અઠવાડિયા પહેલાં પાલિકા કમિશનર ઈકબાલ ચહેલે એમ-ઇસ્ટની મુલાકાત લીધી હતી. આ વૉર્ડમાં શિવાજી નગર અને બૈગણવાડી જેવા સ્લમ વિસ્તારો છે.
આ વૉર્ડમાં કોરોનાના 1140 કેસ નોંધાયા છે અને 108 જણનું મૃત્યું થયું છે. 1000નો સ્કોર પાર કરનાર બીજા વૉર્ડમાં જી-ઉત્તર, જી-દક્ષિણ (વરલી), ઈ (ભાયખલા), એફ-ઉત્તર (વડાલા-સાયન) કે-વેસ્ટ (ઓશિવારા), એચ ઇસ્ટ (બાંદ્રા ઇસ્ટ) અને એલ (કુર્લા)નો સમાવેશ થાય છે.
એમ-ઈસ્ટમાં અધિકારીઓ કહે છે કે લોકો નાની ખોલીમા રહેતા હોવથી અને ભયંકર ગરમી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિગ સંભવ નથી. માનખુરના વિધાનસભ્ય અબુ આઝમી કહે છે કે સ્લમના લોકો સાર્વજાનિક ટોયલેટ વાપરતાં હોવાથી કેરેના ઝડપથી ફેલાય છે. લોકો પાણી ભરવા એક જ નળનો ઉપયેગ કરે છે.
શનિવરે એન વોર્ડે 1000નો આંકડો પાર કર્યો હતો. ભૂતપૂર્વ નગરસેવક પ્રવિણ છેડાએ કહ્યું હતું કે મોટા ભાગના કેસ મકાનોમાં નોંઘાયા છો. 158 મકાનો સીલ કરાયા છે. લોકો ફિઝિકલ ડિસ્ટન્સિલનું પાલન કરતા નથી.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer