મુંબઈના રિટેલ ક્લૉથ ડિલર્સ સરકાર પાસે માગે છે વગર વ્યાજની લોન

મુંબઈના રિટેલ ક્લૉથ ડિલર્સ સરકાર પાસે માગે છે વગર વ્યાજની લોન
મુંબઈ, તા. 24 : લોકડાઉનમાં ઓનલાઈન રિટેલરોને ટેક્સટાઇલ પ્રોડક્ટ જેમ કે શર્ટ, પેંટ, સાડી, હોઝીયરી વગેરે વસ્તુઓ વેચવા માટે માટે આપવામાં આવેલી પરવાનગીનો ફેડરેશન ઓફ મુંબઈ રિટેલ ક્લોથ ડિલર્સ એસોસિએશને જોરદાર વિરોધ કર્યો છે અને આ બાબતનો પત્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ લખ્યો છે. એસોસિયેશનનું કહેવું છે કે આવી પરવાનગી દુકાનદારોને પણ આપવાની જરૂર હતી. 
મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં એસોસિયેશને કહ્યું છે કે કાપડના વેપારીઓએ આર્થિક નુકશાન ભોગવીને  લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. આવા સંજોગોમાં લોકડાઉનમાં અૉનલાઈન કંપનીઓને જો તમે કાપડની પ્રોડક્ટસ વેચવાની પરવાનગી આપશો તો નાનો દુકાનદાર ખતમ થઈ જશે. માટે ઓનલાઇન કંપનીઓને ટેક્સટાઇલ પ્રોડક્ટસ વેચવાની પરવાનગી રદ્ કરવામાં આવે એવી અમારી વિનંતી છે.
એસોસિયેશનના મંત્રી શૈલેષ ત્રિવેદી અને હરેન મહેતાએ આ પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે મોદી સરકારે રૂપિયા 20 લાખ કરોડના આર્થિક પેકેજની જે ઘોષણા કરી છે તે મોટે ભાગે  માઈક્રો, સ્મોલ એન્ટ મીડિયમ એન્ટપ્રાઈઝીસ (ખજખઊ) માટે છે. કાપડનો કોઈ દુકાનદાર ખજખઊમાં આવતો નથી. લોકડાઉન ખુલ્યા પછી પણ અમારી દુકાનો વ્યવસ્થિત ચાલતા પણ ઘણા મહિના લાગવાના છે. તો અમારી નમ્ર વિનંતી છે કે અમારા કાપડના નાના દુકાનદારોને પણ પાછા પગભર થવા માટે 1વર્ષ માટે વ્યાજ મૂકત લોન આપવામાં આવે.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer