મુંબઈમાં કોરોનાના 1725 દરદી વધ્યા

મુંબઈમાં કોરોનાના 1725 દરદી વધ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 :  મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 3041 દરદીઓનો વધારો થયો છે. કોરોનાથી રવિવારે મુંબઈમાં 39 સહિત મહારાષ્ટ્રમાં 58 જણાંના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા 50,231 ઉપર પહોંચી છે. કોરોનાએ મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1635 જણાંનો ભોગ લીધો છે.
મહારાષ્ટ્રમાં સતત આઠમા દિવસે 2000 કરતાં વધારે દરદીઓ ઉમેરાયા છે. કોરોનાએ મુંબઈમાં અત્યાર સુધીમાં 988 જણાંનો ભોગ લીધો છે. મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા 30,359 છે. મુંબઈમાં કોરોના 1725 દરદીઓનો ઉમેરો થયો છે. મુંબઈમાં કોરોનાના 598 દરદીઓ સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાની શંકાથી 808 દરદીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ 4,99,378 લોકો હોમ ક્વોરન્ટાઈનમાં છે જ્યારે 35,107 જણાં સંસ્થાકીય ક્વોરન્ટાઈનમાં છે.
ધારાવીમાં આજે 27 દરદી અને બે મૃત્યુનો ઉમેરો થયો છે. આ સાથે ધારાવીમાં અત્યાર સુધીમાં 1541 કેસો નોંધાયા છે. માહિમમાં આજે 11 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસોની 317 થઈ છે. દાદરમાં આજે વધુ નવ કેસ સાથે દરદીઓની કુલ સંખ્યા 219 થઈ છે.
મહારાષ્ટ્રમાં 1196 દરદીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. આ સાથે કોરોનામાંથી સાજા થયેલા દરદીઓની સંખ્યા 14,600 થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દરદીઓની સંખ્યા 33,988 થઈ છે. આજે મૃત્યુ પામનારા 58માંથી 67 ટકા એટલે કે 40 જણાં હૃદયરોગ, બ્લડપ્રેશર, અને ડાયાબીટીસ જેવી બિમારીથી પીડાતા હતા.
Published on: Mon, 25 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer