અભિનેતા અજય ચૌધરી મેડિટેશનને સર્વોચ્ચ મહત્વ આપે છે

અભિનેતા અજય ચૌધરી મેડિટેશનને સર્વોચ્ચ મહત્વ આપે છે
સોની સબ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ તેનાલી રામામાં પ્રલયની ભૂમિકા ભજવનાર અભિનેતા અજય ચૌધરી પણ ફિટનેસની બાબતમાં બાંધછોડ કરવામાં માનતો નથી. જો કે, તે શારીરિક કસરત સાથે ધ્યાનને વધુ મહત્ત્વ આપે છે. તેના મને ફિટ રહેવા માટે સિકસ પેક એબ્સની જરૂર નથી. ફિટનેસ એટલે સારો દેખાવ નહીં પરંતુ સારી અનુભૂતિ. મન અને શરીર વચ્ચે યોગ્ય સંતુલન હશે તો વ્યક્તિને જરૂર સારી અનુભૂતિ થશે એમ અજયે કહ્યું હતું. 
સિરિયલનું શાટિંગ ચાલતું હોય છે ત્યારે પણ અજય રાતે વહેલા સુઈને સવારે ચાડા ચાર વાગ્યે ઊઠી જતો હતો. વહેલી સવારે જ ધ્યાન અને કસરત થઈ ગયા બાદ તે પોતાના અન્ય કામ શરૂ કરતો હતો. અજયે જણાવ્યું હતું કે, મારા મતે ધ્યાન શક્તિશાળી સાધન છે. સેટ પર પણ ફ્રેશ થવા માટે હું ધ્યાન કરી લેતો હતો. છલ્લા 10-12 વર્ષથી હું ધ્યાન કરું છું અને તે મારી જીવનશૈલી બની ગયું છે. 
અજય ફિટનેસ માટે ચોક્કસ વર્ક આઉટ રુટિન કરતો નથી. તે ડાન્સ, વૉક કે અન્ય કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરીને શરીરને ચુસ્ત રાખે છે. ધ્યાન બાદ વાંચન પર પણ તે ખૂબ જ ભાર આપે છે. મોસમી ફળો અજયનો ફેવરેટ નાસ્તો છે. આના લીધે દર મહિને તેનો નાસ્તો બદલાતો રહે છે. સેટ પર ભૂખ લાગે તો ખાઈ શકાય તે માટે અજય ગ્રેનોલા બાર્સ પોતાની સાથે રાખે છે. અભિનેતાને ગુલાબજાંબુ ખૂબ જ ભાવે છે. અત્યારે ઘરમાં રહીને તે ગુલાબજાંબુ બનાવતાં પણ શીખી ગયો છે. જો કે, પોતાને મનગમતી વાનગી બનાવ્યા પછી તે વધુ ખવાઈ ન જાય તેની તકેદારી પણ રાખે છે.

Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer