મદિરાક્ષી મંડલેએ શરુ કરી કાકિંગ યુટયુબ ચેનલ

મદિરાક્ષી મંડલેએ શરુ કરી કાકિંગ યુટયુબ ચેનલ
લૉકડાઉન દરમિયાન પણ કલાકારો સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સુધી પહોંચે છે. ટીવી સિરિયલ જગ જનની મા વૈષ્ણોદેવી- કહાની માતા રાની કીમાં માતા લક્ષ્મીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મદિરાક્ષી મંડલેએ ચાહકો સાથે જોડાવવા માટે પોતાની યુટયુબ ચેનલ શરુ કરી છે. 
કાકિંગ પર આધારિત યુટયુબ ચેનલ વિશે વાત કરતાં મદિરાક્ષીએ જણાવ્યું હતું કે, મારા કુટુંબીઓ અને મિત્રો મારા હાથની રસોઈના વખાણ કરતા આવ્યા છે અને મારે યુટયુબ ચેનલ શરૂ કરવી જોઈએ એવું સૂચન પણ કરતા હતા. જો કે, શાટિંગમાં વ્યસ્ત રહેવાને લીધે મને આ માટે સમય મળતો નહોતો. લોકડાઉને મને તક આપી અને મેં મારા વિચારને અમલમાં મૂકવાની ગતિવિધિ શરૂ કરી દીધી. મેં લાઈટ્સ કેમેરા એન્ડ ખાના નામની યુટયુબ ચેનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો. મારા પતિએ આમાં મહત્ત્તવની ભૂમિકા ભજવી છે. તેમણે ક્રિપ્ટ લખવાથી લઈને શાટિંગ કરવા સુધીની જવાબદારી સંભાળી છે. આ ઉપરાંત અમારી એડાટિંગ અને બ્રાન્ડિગ ટીમે પણ મને સાથ આપ્યો છે. આશા છે ચાહકોને પણ મારું આ નવું સ્વરૂપ ગમશે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer