આનંદ સાગરની `રામાયણ'' સેટ પર દેબિના બેનરજી આગથી માંડ બચી હતી

આનંદ સાગરની `રામાયણ'' સેટ પર દેબિના બેનરજી આગથી માંડ બચી હતી
સાગર પરિવારે ફિલ્મ નિર્માણની સાથે ટીવી સિરિયલોનું નિર્માણ કરીને એક કીર્તિમાન સ્થાપ્યો છે. રામાનંદ સાગરની જેમ જ આનંદ સાગરે પણ રામાયણ સિરિયલનું નિર્માણ કર્યું હતું. આ રામાયણમાં દેબિના બેનરજી અને ગુરમીત ચોધરી સીતા-રામ તરીકે જોવા મળતા હતા. હાલમાં આ રામાયણનું પ્રસારણ દંગલ ટીવી પર સાંજના 7.30 વાગ્યે અને પુન?પ્રસારણ રાતના 9.30 વાગ્યે થાય છે. શાટિંગ સમયના પોતાના અનુભવોને યાદ કરતા ગુરમીતે કહ્યું હતું કે તેને માથા પર ઈજા થઈ હતી તથા દેબિના આગથી માંડ બચી હતી. 
સંસ્મરણો વાગોળતાં ગુરમીતે જણાવ્યું હતું કે, અમે રામ-સીતાના લગ્નનું દૃશ્ય શૂટ કરતા હતા. દેબિનાએ માથે મુગટ અને ગળામાં ભારે આભૂષણો પહેર્યા હતા. સીતા રામના ગળામાં વરમાળા પહેરાવતી હતી ત્યારે દેબિનાએ માથા પર પહેરેલા દુપટ્ટાનો છેડો જે હવનકુંડમાં હતો તેમાં આગ લાગી હતી. એક મદદનીશની ધ્યાન ગયું અને તેણે બૂમ પાડીને બધાને સતર્ક કરી દીધા હતા. મેં તેને દુપટ્ટો કાઢવામાં મદદ કરી અને તે માંડ બચી ગઈ હતી.

Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer