`મહાભારત'' ઈતિહાસ સર્જશે એવી કલ્પના નહોતી : સુમિત રાઘવન

`મહાભારત'' ઈતિહાસ સર્જશે એવી કલ્પના નહોતી : સુમિત રાઘવન
દાયકાઓ બાદ પુન: પ્રસારિત થતી બી. આર. ચોપરાની મહાભારત સિરિયલ આજે પણ લોકોનું મનોરંજન કરીને એક નવો ઈતિહાસ રચાયો છે. હાલમાં આ સિરિયલનું પુન:પ્રસારણ કલર્સ ચેનલ પર થઈ રહ્યું છે. આમાં ગુફી પેન્ટલ, પુનીત ઈસ્સર, નીતિશ ભારદ્વાજ, રૂપા ગાંગુલી જેવા કલાકારોએ અભિનય કર્યો છે. આ તમામ કલાકારો પોતાના ભૂતકાળને યાદ કરીને આનંદ અનુભવે છે. જો કે આવો જ એક કલાકાર સુમીત રાઘવન છે. હા, સુમિત ત્યારે માત્ર 16 વર્ષનો હતો અને તેણે આ સિરિયલમાં કિશોર વયના સુદામાનું પાત્ર ભજવ્યું હતું. 
કૃષ્ણના મિત્ર સુદામાની ભૂમિકા ભજવનાર સુમિતે કહ્યું હતું કે, આ સિરિયલ ઈતિહાસ સર્જશે એવી તો કલ્પના પણ નહોતી. તે સમયે હું નાનો હતો અને મને ઝાઝી સમજ પડતી નહોતી. આમ છતાં મને ભૂમિકા મળી એટલે હું અત્યંત ખુશ હતો. તે સમયે હું એકદમ સુકલકડી હતો અને કદાચ એટલે જ મને પસંદ કરવામાં આવ્યો હતો. મારે ત્રણ-ચાર દિવસ જ શાટિંગ કરવાનું હતું. ફિલ્મસિટીમાં સાંદિપની ઋષિના આશ્રમનો સેટ બનાવવામાં આવ્યો હતો. જયારે ચેના ખાડી પાસે વરસાદના દૃશ્યનું શાટિંગ થયું હતું. ત્યારે મને ખ્યાલ નહોતો કે હું પણ ઈતિહાસનો અંશ બની જઈશ. મેં સેટ પર મુકેશજી અને નીતિશજીને જોયા હતા અને હું તેમનાથી અત્યંત પ્રભાવિત હતો. અત્યારે મહાભારત જોઈને ઘણાએ ક્રીનશોટ્સ લઈને મને પૂછયું હતું કે, અરે આ તું હતો? મને આનંદ છે કે હું આવા ક્લાસિક શો સાથે જોડાયેલો છું.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer