ટી-20 વિશ્વ કપ સ્થગિત કરવાનો આઇસીસી ઉતાવળમાં નિર્ણય ન લે : મિસબાહ

ટી-20 વિશ્વ કપ સ્થગિત કરવાનો આઇસીસી ઉતાવળમાં નિર્ણય ન લે : મિસબાહ
કરાચી, તા.25 : પાકિસ્તાનની ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અને હેડ કોચ મિસબાહ ઉલ હકનું માનવું છે કે આઇસીસીએ ઉતાવળ કરીને ટી-20 વિશ્વ કપ સ્થગિત કરવાનો નિર્ણય લેવાની જરૂર નથી. તે કહે છે કે કોરોના વાઇરસની સ્થિતિ સામાન્ય થઇ જશે તો દર્શકો અને ચાહકોને જોવા માટે આ એક શાનદાર ટૂર્નામેન્ટ બની રહેશે. બધા લોકો ટી-20 વર્લ્ડ કપ રમાઇ તેવું ઇચ્છી રહ્યા છે. એકવાર ફરી ખેલ ગતિવિધિ આગળ વધશે એટલે ફરી ક્રિકેટ પણ રમવા માંડશે. એક મુલાકાતમાં મિસબાહ ઉલ હકે ફરી એકવાર બાબર આઝમને વિશ્વસ્તરીય બેટધર ગણાવ્યો હતો. એવો પણ દાવો કર્યોં હતો કે તે વિરાટ કોહલી અને સ્ટીવન સ્મિથની ઘણો નજીક છે. જો તે ફિટનેસ અને ફોર્મ જાળવી રાખશે તો વિરાટ કોહલીથી પણ સારો બેટધર બનશે તેવો મિસબાહે દાવો કર્યોં હતો.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer