રૈનાના મતે રહાણે ટીમ ઇન્ડિયાનો બેસ્ટ ફિલ્ડર

રૈનાના મતે રહાણે ટીમ ઇન્ડિયાનો બેસ્ટ ફિલ્ડર
નવી દિલ્હી, તા.25: વર્તમાન ભારતીય ટીમના ચુસ્ત અને સચોટ ફિલ્ડરની વાત કરવામાં આવે તો આપ લગભગ રવીન્દ્ર જાડેજાનું નામ લેશો, પણ ટીમ ઇન્ડિયાના સિનિયર મીડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાનો મત આથી અલગ છે. રૈનાને જ્યારે હાલની ભારતીય ટીમના બેસ્ટ ફિલ્ડર વિશે સવાલ કરાયો તો તેણે ટેસ્ટ ટીમના ઉપસુકાની અંજિકયા રહાણેનું નામ આપ્યું હતું. રૈનાએ કહ્યં મારા મતે રહાણે ટીમ ઇન્ડિયાનો બેસ્ટ ફિલ્ડર છે.
રૈના કહે છે કે હું રહાણેની કેચિંગ સ્કીલથી ઘણો જ પ્રભાવિત છું. ફિલ્ડિંગ અને કેચિંગ વખતે તેની બોડી લેંગ્વેજ શાનદાર રહે છે. હું તેની ફિલ્ડીંગ પોઝિશનને ઘણી પસંદ કરું છું. તેની પાસે એક અલગ રીતને તાકાત છે. તે જયારે મૂવ કરે છે ત્યારે થોડો ઝૂકી જાય છે. જે બીજા ખેલાડીથી હટીને છે. 
મોટાભાગે સ્લીપમાં નજરે પડતા રહાણેની પ્રશંસામાં રૈનાએ કહ્યં કે તે શાનદાર સ્લીપ ફિલ્ડર છે. જે બેટ્સમેનની મુવમેન્ટ જોઇને દડાની દીશાનો અંદાજ લગાવે છે. જે સ્લીપ ફિલ્ડર માટે ઘણું મહત્ત્વનું છે. તે પ્રેક્ટિસ દરમિયાન પણ આ વાતનું ધ્યાન રાખે છે. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer