રાજભવન માટે સ્વતંત્ર સેક્રેટરીએટ બનાવો : રાજ્યપાલે લખ્યો મુખ્ય પ્રધાનને પત્ર

મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશીયારેએ તેમના સત્તાવાર નિવાસ્થાન અખત્યાર હેઠળના સામાન્ય વહીવટ ખાતાથી અલગ પાડવાનો વિનંતી કરતો પત્ર મોકલ્યો છે. તેના કારણે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વચ્ચેના સંબંધોમાંની તાણ વધુ તીવ્ર બને એવા સંકેતો મળ્યા છે.
રાજ્યપાલે ગત માર્ચમાં જ મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ન્યાયતંત્ર અને વિધાનગૃહોની જેમ રાજભવનને પણ સ્વતંત્ર સેક્રેટરીએટ બનાવવું જોઈએ. સરળ શબ્દોમાં કહી શકાય કે રાજ્યપાલે રાજભવનમાં નિયુક્ત અધિકારી અને કર્મચારીઓની બદલી, નિમણૂક અને તેઓ સંબંધિત બાબતોના અધિકાર પોતાને સોંપવાની રજૂઆત કરી છે. હાલ આ કામ મહારાષ્ટ્રના સામાન્ય વહીવટ ખાતા દ્વારા કરવામાં આવે છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યપાલની દરખાસ્ત નિમણૂકના વર્તમાન નિયમો અનુસાર નથી રાજભવનમાંના વરિષ્ઠ અધિકારીઓ રાજભવન અને સામાન્ય વહીવટ ખાતા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. રાજ્યપાલ જ્યારે રાજ્યોની કેડરના ચોક્કસ અધિકારીની સેવા માંગે ત્યારે સમસ્યા સર્જાય છે.
મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે કોશીયારીએ મુખ્યપ્રધાનને લખેલા પત્ર અંગે રાજ્ય સરકાર તરફથી ઉત્તર આપવામાં આવ્યો નથી. વર્તમાન કાર્યપદ્ધતિ અનુસાર રાજ્યપાલ અધિકારીની માગણી કરે ત્યારે તેમને ઉપલબ્ધ અધિકારીઓની યાદી મોકલવામાં આવે છે.
રાજભવનમાં લગભગ 200 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ છે. રાજભવનના સૂત્રોએ જણાવ્યું હતું કે વિવિધ બાબતોમાં વહીવટી વિલંબને પગલે રાજ્યપાલે ગત માર્ચમાં ઉક્ત પત્ર લખ્યો હશે. રાજભવનમાં ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ, ઈન્ડિયન પોલીસ સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીકલ અૉર્ગોનાઈઝેશન વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત જુનિયર અધિકારીઓ સહિત લગભગ 200 જેટલા કર્મારીઓ છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer