જૂનથી રીટેલરો, સેમી હોલસેલરો અને હોલસેલરોને વેપાર શરૂ કરવા દેવા ફામની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : રાજયના વિવિધ 781 વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઓફ એસોસીયેસન્સ ઓફ મહારાષ્ટ્ર(ફામ)એ 1લી જૂનથી કેટલાક પ્રતિબંધો સાથે રીટેલ, સેમી હોલસેલ અને હોલસેલ વેપાર શરૂ કરવા દેવાની માગણી કરી છે. 
 ફામના પ્રમુખ વિનેશ મહેતાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પત્ર લખીને જણાવ્યું છે કે આ વેપારીઓને રાહત આપવા અને તેમનો જીવન નિર્વાહ ચાલતો રહે એ માટે મર્યાદિત કલાક, નક્કી કરેલા દિવસ કે દર બીજા દિવસે તેમને તેમના વેપાર કરવાની છૂટઆપવી જોઈએ. એનાથી રાજ્યની મહેસૂલી આવક શરૂ થઈ શકે. અમને અનેક વેપારી સંગઠનોએ આ સંબંધમાં ઉચ્ચ સ્તરે રજુઆત કરવા વિનંતી કરી છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer