સુરતમાં કોરોનાનાં નવા 32 કેસ મળ્યાં

સુરત, તા. 25 : સોમવારે સુરતમાં કોરોનાના 30 અને જીલ્લામાં નવા 2 કેસ સાથે કોરોનાનો કુલ કેસનો આંક 1404 થયો છે. સોમવારે શહેરમાં કોરોનાથી એક દર્દીનું મોત થતાં મોતનો આંક 63 થયો છે. સોમવારે વધુ 26 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. અત્યાર સુધી 982 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. સુરતનો કોરોના રીકવરી દર દેશમાં સૌથી વધુ છે. સુરતનો રીકવરી દર 69.8 ટકા છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer