ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની ક્ષમતા અડધી થઈ ગઈ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઇ, તા. 25  : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના મહામારી સામે લડવામાં કેન્દ્ર સ્થાને રહેલા પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમના માનવ બળની તાકાત કોરોનાએ લગભગ અડધી કરી નાખી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના 48 કર્મચારીઓમાંથી 22 કોરોના પોઝિટિવ છે.
આ કંટ્રોલરૂમ દ્વારા લોકોને હોસ્પિટલોમાં પલંગની પ્રાપ્યતા અને દર્દીઓ માટે એમ્બ્યુલન્સને સંબંધી માહિતી આપે છે તેમ જ લોકોને કોરોના વિષયક માહિતી અને કોઇ પ્રશ્નો હોય તો તેના જવાબ આપવામાં આવે છે.  ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના વિશેષ અધિકારી મહેશ નારવેકરે જણાવ્યું હતું કે, રોગચાળો ફેલાયો એ પહેલા એક દિવસમાં 800 જેટલા કોલ આવતા હતા. હવે રોજ આશરે 4,000 કોલ આવે છે અને જબરદસ્ત તાણમાં કામ કરીએ છીએ. 
બુધવારે શિફ્ટના સહાયક ઇન્ચાર્જનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેણે કહ્યું હતું કે તે મંગળવાર સુધી કામ કરી રહ્યો હતો અને મને પોતાને દુખ થાય છે, કેમ કે મારા સાથીદારો કેટલા તણાવમાં છે. અમે બધા છેલ્લા બે મહિનાથી એક હોટલમાં રોકાયા હતા, કોઈ ઘરે ગયો નહોતા. હું 
થોડી નબળાઇ અનુભવી રહ્યો હતો અને સુકી ઉધરસ હતી તેથી ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ આવ્યો. મને તાવ ન હોવાથી વિલે પાર્લેની હોટલમાં લાવવામાં આવ્યો છે.
નારવેકરે કહ્યું હતું કે 22 કર્મચારીઓને બદલે અન્યોને અમારા વિભાગમાં ફરજ આપવાનું સરળ નથી.  કારણ કે અમારી કામગીરી ફક્ત કોલ લેવા વિશે અને લોકોને માહિતી આપવા પૂરતી નથી.  એમ્બ્યુલન્સ અને દર્દી માટે બેડની માહિતી એ ટેક્નીકલ નોલેજથી આપી શકાય.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer