માયાવતી શ્રમિકોના સ્થળાંતર માટે કૉંગ્રેસને દોષ આપે છે

નવી દિલ્હી, તા. 25 : બહુજન સમાજ પાર્ટીના વડાં માયાવતીએ પરપ્રાંતી શ્રમીકોના સ્થળાંતરની કટોકટી માટે કૉન્ગ્રેસ પક્ષને દોષ આપ્યો છે. માયાવતીએ તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી 22 વિરોધ પક્ષોની બેઠકમાં હાજરી આપી નહોતી. માયવતીએ કહ્યું હતું કે કોરોનાના લોકડાઉનને લીધે કરોડો પરપ્રાંતી શ્રમીકોની દુર્દશા માટે કૉન્ગ્રેસ જવાબદાર છે. જો આ પક્ષે રોજગારની પૂરતી તકો સર્જી હોત તો શ્રમીકોને બીજા રાજ્યોમાં જવાની જરૂર શી હોત. જો આમ થયું હોત તો શ્રમીકોનું સ્થળાંતર જોવા મળ્યું ન હોત. 
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શ્રમીકો સાથે કરેલા સંવાદના વિડીયોનો ઉલ્લેખ કરીને માયાવતીએ કહ્યું હતું કે કૉન્ગ્રેસ એ જાહેર કરે કે તેણે કેટલા લોકોને મદદ કરી. માયવતીએ ભાજપને કૉન્ગ્રેસનું અનુસરણ ન કરીને રાજ્યમાં રોજગાર ઊભા કરવાનું કહ્યું હતું. દરમ્યાન કૉન્ગ્રેસનાં મહામંત્રી પ્રીયંકા ગાંધીએ કહ્યું હતું કે અમારા પક્ષે છેલ્લા 60 દિવસમાં 67 લાખ લોકોને મદદ કરી છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer