બોરીવલીની જાંબલી ગલી અને આસપાસથી મળ્યા અડધો ડઝન કેસ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : બોરીવલી વેસ્ટમાં જાંબલી ગલી અને એની આસપાસના વિસ્તારમાં અડધો ડઝનથી વધુ કોરોનાના દરદી મળતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો છે.
સ્થાનિક નગરસેવક પ્રવિણ શાહે કહ્યું હતું કે જાંબલી ગલીમાં પેઠે વાડી, દીપદર્શન, મ્હાત્રે વાડી અને ગોમતી સ્મૃતિમાંથી કોરોનાના કેસ મળ્યા છે. ગોમતી સ્મૃતિ બિલ્ડિંગની બાજુમાં પ્રેકટીસ કરતા ડો. પંકડ ગાંધીને પણ કોરોના લાગુ પડયો છે. જોકે તેઓ નજીકમાં સાઈબાબા નગરમાં રહે છે.
જાંબલી ગલીના કોર્નર પર આવેલી મંગલકુંજમાંથી પણ કોરોનાનો એક કેસ મળ્યો હતે, પણ આ દરદી હવે સાજો થઈને ઘરે આવી ગયો છે. જાંબલી ગલી પાસે સોની-મોનીના શોરૂમવાળી ઈમારતમાંથી પણ કોરોનાનો કેસ મળ્યો હતો. આ દરદી પણ ઘરે આવી ગયો છે જ્યારે સામે કૃષ્ણ નગરીમાંથી પણ મળેલા દરદીને હવે સારુ હોવાનું કહેવાય છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer