વડોદરામાં વધુ 18 પોઝિટિવ સાથે કુલ કેસ 873 થયા

અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 25?: વડોદરા શહેરમાં કોરોના વાઈરસના સોમવારે વધુ 18 પોઝિટિવ નોંધાયા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં કુલ કેસની સંખ્યા 873 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેરના વાડી વચલીપોળમાં રહેતી 62 વર્ષની સુલોચનાબેન પ્રવિણચંદ્ર પટેલનું કોરોના વાઈરસથી મોત થયું છે. આ ઉપરાંત દાહોદના ગરબાડાના 62 વર્ષના વૃદ્ધ વિનોદ છોટાલાલ ચૌહાણનું પણ શંકાસ્પદ મોત થયું છે. જ્યારે ડભોઇ તાલુકના વસઇ ગામના પીપળા ફળીયાના 11 માસના બાળકઆર્યન મહેશભાઇ વસાવાનું પણ શંકાસ્પદ મોત થયું છે. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer