સુરતમાં પ્રારંભે જ ફ્લાઇટ રદ થતાં મુસાફરોને હોબાળો મચાવ્યો

સુરત, તા. 25 : સોમવારે દેશભરમાં ઘરેલું ઉડાન શરૂ થઇ છે. પહેલાં જ દિવસે સુરતથી અલગ-અલગ શહેરો માટેની ત્રણ ફ્લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા હતાં. મુસાફરોએ એરપોર્ટ હોબાળો મચાવ્યો હતો. મુસાફરો એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતાં એ અગાઉ મેસેજ કે ફોનથી ફ્લાઇટ રદ થયાની કોઇ જાણ કરાઇ ન હતી.  
સૂત્રોનાં જણાવ્યાનુસાર સ્પાઇસ જેટે યાત્રીઓ ઓછા મળવાની સંભાવનાએ ફ્લાઇટ રદ કરી નાખી હતી. સોમવારે સમયપત્રક મુજબ સુરતથી દિલ્હી, જયપુર અને મુંબઇની ફ્લાઇટ ઉડવાની હતી. સ્પાઇસ જેટે આ ત્રણેય ફ્લાઇટ મોડી રાત્રે જ રદ કરી નાખી હતી. પરંતુ મુસાફો વહેલી સવારે જ પોતાના ગંતવ્ય સુધી જવા માટે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતાં. 
સ્પાઇસ જેટની સુરતથી દિલ્હી, મુંબઇ અને જયપુરની ફ્લાઇટનું બુકીંગ થયું હતું. આ ઉ5રાંત ઇન્ડીગોએ પણ ફ્લાઇટનું બુકીંગ કર્યં હતું. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ સુરતથી ચાર ફ્લાઇટને મંજૂરી આપી હતી. તેમજ ઇન્ડીગોની દિલ્હીની ફ્લાઇટને મંજૂરી અપાઇ હતી.  
 સ્પાઈસ જેટની દિલ્હી, મુંબઇ અને જયપુર એમ ત્રણ ફ્લાઇટ રદ કરી છે. જેથી એરપોર્ટ પર મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોના જણાવ્યા પ્રમાણે, ફ્લાઇટ ક્યાં કારણોસર રદ કરાઈ તે અંગે સાચી માહાતી કોઇ આપી રહ્યું નથી. જ્યારે રિફંડ પણ પૂરેપૂરું આપવામાં આવી રહ્યું નથી. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer