અન્ય રાજ્યોએ ઉત્તર પ્રદેશના મજદૂરોને નોકરીમાં રાખતાં પહેલાં અમારી મંજૂરી લેવી પડશે : યોગી

અન્ય રાજ્યોએ ઉત્તર પ્રદેશના મજદૂરોને નોકરીમાં રાખતાં પહેલાં અમારી મંજૂરી લેવી પડશે : યોગી
લખનૌ, તા. 25 : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં જે રાજ્યોએ ઉત્તર પ્રદેશના મજદૂરોને નોકરીમાં રાખવા હશે તેમણે મારી સરકારની પરવાનગી લેવી પડશે.  
વેબિનારને સંબોધતાં આદિત્યનાથે કહ્યું હતું કે હવે કોઈરાજ્યને માનવ બળ જોઈતું હશે તો ઉત્તરપ્રદેશ સરકાર એ બળને સામાજિક સુરક્ષા પૂરી પાડશે. અમે તેમને વીમો અને સલામતી પૂરી પાડીશું. પરંતુ અમારી પરવાનગી વિના અન્ય રાજ્યો અમારા મજદૂરોને લઈ જઈ શકશે નહીં, કારણકે ઉત્તર પ્રદેશના રહેવાસીઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો નથી. આ જોઈને તેમની સોશિયલ સિકયૉરીટી અમારા હાથમાં લીધી છે. યોગીએ એ પણ જાહેર કર્યું હતું કે લૉકડાઉન દરમિયાન વતન પાછા ફરેલા રાજ્યના મજૂરોને નોકરીઓ પૂરી પાડવા રાજ્યમાં માઈગ્રન્ટ કમિશન સ્થાપવામાં આવશે જે મજૂરોની કુશળતા મુજબ તેમને રોજગારી આપી સામાજિક સુરક્ષા પૂરી પાડશે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer