અશોક ચવ્હાણને કોરોનાના ઈલાજ માટે મુંબઈ લવાયા

અશોક ચવ્હાણને કોરોનાના ઈલાજ માટે મુંબઈ લવાયા
મુંબઈ, તા.25: કોંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન અશોક ચવ્હાણને કોરોનાનો ચેપ લાગ્યો છે અને સોમવારે તેમને સારવાર માટે નાંદેડથી મુંબઈ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હતા. નાંદેડમાં તેઓ એમ્બ્યુલન્સમાં બેસતા હોય એવો એક વિડિયો પણ વાઈરલ પણ થયો હતો. મુંબઈમાં તેમને લીલાવતીમાં દાખલ કરાયા છે.
અશોક ચવ્હાણ વિધાનપરિષદની ચૂંટણી માટે મુંબઈ આવ્યા હતા. તેઓ પાછા નાંદેડ ગયા એ બાદ તેઓ ક્વોરેન્ટાઈન થઈ ગયા હતા. નાંદેડમાં તેમનો કોરોનાનો ટેસ્ટ પણ કરાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં મહારાષ્ટ્રના અન્ય એક પ્રધાન જીતેન્દ્ર આવ્હાડને કોરોના થયો હતો.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer