મેહબુબ સ્ટુડિયોમાં આઈસોલેશન ફેસિલિટી : રહેવાસીનો વિરોધ

મેહબુબ સ્ટુડિયોમાં આઈસોલેશન ફેસિલિટી : રહેવાસીનો વિરોધ
મુંબઈ, તા.25 : પાલિકાએ બાંદ્રાના મેહબુબ સ્ટુડિયોમાં 1000 બૅડની ક્ષમતાવાળો ક્વૉરેન્ટાઈન સેન્ટર ઊભું કરવાની દરખાસ્ત મૂકી છે, પરંતુ રહેવાસી તેનો વિરોધ કરી રહ્યા છે. રહેવાસીઓ કહે છે કે સ્ટુડિયો અને આસાપાસના રહેઠાણોની ગંદુ પાણી નીકાલ કરવાની સ્ટોર્મવોટર ડ્રેન કોમન છે અને ચોમાસું જૂનમાં બેસવાનું હોવાથી આનાથી મોટો ખતરો ઊભો થશે. ડાયરેક્ટર મેહબુબ ખાને 1954માં આ સ્ટૃડિયોનું નિર્મામ કરાવ્યું હતું. 1957માં અહીં દંતકથારૂપ મધર ઇન્ડિયાનું સર્જન કર્યું હતું. આ સ્ટુડિયોમાં ગાઈડ, સંગમ, ચેન્નઈ એક્સપ્રેસ અને સિમ્મબા જેવા ફિલ્મોનું શુટિંગ થયું છે. રીબેલો રોડ પરની સેન્ટ સેબાસ્ટિયન કોલોનીના રહેવાસીએ આનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમારો વિસ્તાર નીચાણવાલો છે. મહેબુબ સ્ટુડિયો રહેણાક વિસ્તારની કેન્દ્રમાં છે. તેની દિવાલની નજીક અનેક સોસાયટી અને મકાનો છે. આ મકાનોમાં સિનીયર સિટઝન અને બાળકો રહે છે જેમને વાઈરસનો ચેપ લાગવાનો સૌથી મોટો ખતરો રહેલો છે.

Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer