મુંબઈ પોલીસના વધુ એક કોન્સ્ટેબલને કોરોના ભરખી ગયો

મુંબઈ પોલીસના વધુ એક કોન્સ્ટેબલને કોરોના ભરખી ગયો
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : મુંબઈ પોલીસના વધુ એક જવાનનું કોરોનાને લીધે મૃત્યુ થયું છે અને એ સાથે અત્યાર સુધી કોરોનાએ મુંબઈ પોલીસના કુલ 12 જવાનો ઊરખી ગયો છે.
ટ્રાફિક પોલીસના ટ્રેઈનિંગ બ્રાંચમાં ફરજ બજાવતા આ કોન્સ્ટેબલને 23 મેના નાયર હોસ્પિટલમાં ભરતી કરાયો હતો અને 24 મેના તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ આવ્યો એ જ દિવસે તેનું અવસાન થયું હતું. કોન્સ્ટેબલની ઉંમર 57 વર્ષની હોવાથી છેલ્લા એક મહિનાથી એ ઘરે જ હતો. પંચાવનથી વધુ ઉંમરના જવાનોને ફરજ પર ન બોલાવવા નિરણયને પગલે એ પણ ફરજ પર આવતો નહોતો. આ કોન્સ્ટેબલ વરલી પોલીસ કૅમ્પમાં પરિવાર સાથે રહેતો હતો. 
મહારાષ્ટ્રમાં અત્યા સુધી કુલ 18 પોલીસ જવાનોના મૃત્યુ થયા છે. 194 પોલીસ અધિકારી સહિત 1809 પોલીસોને કોરોના થયો છે. 678 પોલીસો સાજા થયા છે જ્યારે 1113 પોલીસો અત્યારે સારવાર લઈ રહ્યા છે.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer