ધારાવી, દાદર અને માહિમમાંથી કોરોનાના 96 નવા દરદી મળ્યા

ધારાવી, દાદર અને માહિમમાંથી કોરોનાના 96 નવા દરદી મળ્યા
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : સોમવારે ધારાવી, દાદર અને માહિમ વિસ્તારમાંથી કોરોનાના કુલ 96 નવા કેસ મળી આવ્યા હતા.
ધારાવીમાંથી સોમવારે 42 નવા કોરોનાગ્રસ્તો મળ્યા હતા. એ સાથે ધારાવીમાંથી મળેલા આ ચેપી રોગના દરદીઓનખ્કુલ સંખ્યા 1583ની થઈ ગઈ છે.
દાદર વિસ્તારમાંથી કોરોનાના 20 નવા દરદી મળ્યા હતા. એક કેસ દાદર પોલીસ સ્ટેશમાંથી મળ્યો હતો. દાદરમાંથી અત્યાર સુધી કુલ 239 કોરોનાના દરદી મળ્યા છે.
જ્યારે માહિમ વિસ્તારમાંથી 34 નવા કેસ મળતા ત્યાંથી મળેલા દરદીઓની કુલ સંખ્યા 351ની થઈ ગઈ છે. સોમવારે મળેલા દરદીઓમાં 90 વર્ષના અને 80 વર્ષના એક બે પુરુષ દરદીનો પણ સમાવેશ છે. માહિમ પોલીસ કોલોનીમાંથી સોમવારે કોરોનાના છ દરદી મળ્યા હતા.
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer