મુંબઈનો કોરોનાનો સરેરાશ વૃદ્ધિદર 6.61 ટકા, મેના અંત સુધીમાં 40,000 કુલ દર્દી થવાની અટકળો

મુંબઈનો કોરોનાનો સરેરાશ વૃદ્ધિદર 6.61 ટકા, મેના અંત સુધીમાં 40,000 કુલ દર્દી થવાની અટકળો
મુંબઈ, તા.25 : મુંબઈમાં 16 માર્ચથી  22 માર્ચ સુધીના સમયગાળાનો કોરોનાનો સરેરાશ વૃદ્ધિદર 6.61 ટકા નોંધાયો છે એવી માહિતી બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ આપી છે. આઠ વહીવટી વૉર્ડમાં વૃદ્ધિદર આઠ ટકાથી પણ વધારે નોંધાયો છે. આનો અર્થ એ થયો કે ખાસ કરીને આ વૉર્ડમાં કન્ટેનમેન્ટના નિયમો વધારે કડકાઈથી અમલમાં મુકવાની તેમ જ લોકો સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરે એ માટે નાગરિકોના વધુ જૂથોના સહભાગી થવાની આવશ્યકતા છે.  આની તુલનામાં પાંચ મેથી 11 મેના સમયગાળામાં સરેરાશ વૃદ્ધિદર 6.7 ટકા હતો. એન-વૉર્ડ (ઘાટકોપર) હાલામાં સૌથી વધારે વૃદ્ધિદર (13.7)નો ધરાવે છે. ત્યાર બાદ પી-નોર્થ વૉર્ડ (મલાડ) અને ટી-વૉર્ડ (મુલુન્ડ)નો નંબર આવે છે. આ બન્ને વૉ ર્ડમાં વૃદ્ધિદર 11.9 ટકાનો છે. ત્યાર બાદ પી-સાઉથ વૉર્ડ (10.9 ટકા), એસ વૉર્ડ (ભાડુંપ) (10 ટકા), આર-સાઉથ વૉર્ડ (કાંદીવલી) (9.4 ટકા), આર-સેન્ટ્રલ વૉર્ડ (બોરીવલી) (8.9 ટકા) અને એફ-દક્ષિણ વૉર્ડ (પરેલ) (8.2 ટકા)નો આવે છે. 
દરેક વૉર્ડમાં સરેરાશ વૃદ્ધિદરની ગણતરી સાત દિવસના એ વૉર્ડમાં થયેલા નવા કોસોની સંખ્યામાં વધારાને આધારે કઢાય છે.પાલિકાએ અખબારી યાદીમા જણાવ્યું હતુંકે અમારી કોવિદ-19ના સરેરાશ વૃદ્ધિદર પર ચાંપતી નજર છે. દરેક વૉર્ડના સરેરાશ રેટ પરથી અમને ખ્યાલ આવે છેકે ક્યાં વૉર્ડમાં કોરોનાના  કેસ વધી રહ્યા છે અને ઓછા જોખમવાળા વૉર્ડમાં નવા કેસ ઝડપથી વધે તો અમે સવાધાન થઈ જઈએ છીએ. રવિવારે મુંબઈએ  30,000નો આંકડો પાર કર્યો. રવિવારે 1725 નવા કેસ આવ્યા. શહેરનો મરણાંક 1000ની નજીક પહોંચી ગયો છે. રવિવારે 39 મૃત્યું થના આંક 988નો થઈ ગયો હતો. પાલિકાના અધિકારીનું કહેવું છે કે મેના અંતમાં કોરોનાના દર્દીની સંખ્યા 40,000 સુધી પહોંચી શકે. રાજ્યના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર દક્ષા શાહ કહે છે કે અમે બધા વૉર્ડમાં વૃદ્ધિદર નીચો લાવવાની કોશીશ કરી રહ્યા છીએ. 
અમે જ્યાં નવા કેસ મળે છે ત્યાં માઈક્રોમેપિંગ વડે કોરોનાનો કેસ ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. રવિવારે ઘારવી, માહિમ-દાદરના બનેલા જી-ઉત્તર વૉર્ડમાં કુલ દર્દીની સંખ્યા 2077 થઈ ગઈ. 27 નવા કેસ મળી આવ્યા હતા. પાલિકા કહે છે કે અમે દર્દીઓને અલગ કરવાની કવાયત હાથ ધરી છે. માહિમમાં 11 નવા કેસ વડે આંકડો 317 પર પહોંચી ગયો. દાદારમાં નવ નવા કેસ વડે આંકડો 219 પર પહોંચી ગયો. 
Published on: Tue, 26 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer