વેપારીઓને દૂકાનો ખોલતાં પહેલાં વીમાનાં એગ્રીમેન્ટ સમજી લેવા અપીલ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 27 : લૉકડાઉન ખૂલ્યા બાદ દૂકાનો ખોલતાં પહેલાં ઈન્સ્યૉરન્સનાં એગ્રીમેન્ટ સમજી લેવાની અપીલ વેપારીઓને કરવામાં આવી છે. 
કૉન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેઈટ)ના વરિષ્ઠ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કીર્તીભાઈ રાણાએ આ અપીલ કરતાં જણાવ્યું છેકે અઢી મહિનાથી દૂકાનો બંધ હોવાથી માલ સામાન ખરાબ થઈ ગયો હશે. સ્ટોકનો વીમો બેન્ક લોનના કારણે હોય છે.વીમા હેઠળ નેચરલ કેલેમીટીની જોગવાઈ પણ હોય છે. 
બધા વેપારીઓને તેમણે અપીલ કરી છે કે તેઓ તેમના વીમાના એગ્રીમેન્ટ સમજી લે. દૂકાન ખોલતી વેળા દૂકાનના સ્ટોકનાં અને માલનાં ફોટોગ્રાફ લઈ લે અને વીમા કંપનીમાં કલેમ નોંધાવે, એવી અપીલ રાણાએ કરી છે.

Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer