થાણેના બે નગરસેવકને કોરોના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.27: થાણે શહેરમાં હવે બે નગરસેવકને કોરોના થયો છે અને આ બન્ને નગરસેવકને હોસ્પિટલમાં બૅડ મળવામા નાકે દમ આવી ગયો હતો. એક નગરસેવક કોપરી વિસ્તારનો ભાજપનો નગરસેવક છે તો બીજા કળવાનો રાષ્ટ્રવાદી પક્ષનો નગરસેવક છે.
એક નગરસેવકે ટોપના નેતાને ફોન કર્યો એ બાદ તેમને હોસ્પિટલમાં એડમિશન મળ્યું હતું જ્યારે બીજા નગરસેવક થાણેથી મુલુન્ડની હોસ્પિટલમાં ભરતા થવા આવ્યા હતા. મુલુન્ડમાં પણ બૅડ ન મળતા તેઓ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં શેરિંગ સિસ્ટમમાં ભરતી થઈ ગયા હતા. બન્ને નગરસેવક કોરોના યોદ્ધા તરીકે કામ કરતા હતા અને એમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer