મુંબઈ પોલીસના વધુ એક જવાનનું મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.27: મુંબઈ પોલીસના વધુ એક પોલીસ જવાનનુ કોરોનાને લીધે અવસાન થયું છે. આ સાથે કોરોનાને લીધે મૃત્યુ પામનાર મુબઈ પોલીસના જવાનોની સંખ્યા હવે તેરની થઈ ગઈ છે. મંગળવારે મૃત્યુ પામનાર 54 વર્નો કોન્સ્ટેબલ દાદર પોલીસ સ્ટેસનમા ફરજ બજાવતો હતો.તેએ વરલી-કોલીવાડામાં ફરજ પર હતા ત્યારે તેમને તાવ આવ્યો હતો. 22 મેના તેનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મરોલની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પછી તેઓ વરલી એનએસસીઆઈમાં ભરતી થયા હતા. ત્યાં તેમની તબિયત બગડતા તેમને નાયરમાં ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે તેમણે નાયરના આઈસીયુમાં આખરી શ્વાસ લીધા હતા.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer