દસમાના રિઝલ્ટનો માર્ગ મોકળો

મુંબઈ, તા. 27 : ગત માર્ચમાં લેવામાં આવેલી દસમા ધોરણની પરીક્ષાના રિઝલ્ટનો માર્ગ મોકળો થયો છે. કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે ભૂગોળ અને દિવ્યાંગો માટે કાર્યશિક્ષણની પરીક્ષા રદ કરવામાં આવી હતી. હવે `મંડળ'એ તેના માર્ક આપવાનો વિકલ્પ શોધી કાઢ્યો છે. વિદ્યાર્થીએ અન્ય વિષયોની લેખિત પરીક્ષામાં મેળવેલા માર્ક્સની સરેરાશને આધારે ભૂગોળના વિષયના માર્ક્સ આપવામાં આવશે.  દિવ્યાંગ વિદ્યાર્થીઓને કાર્યશિક્ષણના વિષય માટેના માર્ક્સ લેખિત, મૌખિક/ પ્રાત્યાક્ષિક/ અંતર્ગત મૂલ્યામાપન અને તત્સમ પરીક્ષાના સરેરાશ માર્ક્સને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer