સેન્ટ જ્યોર્જ હોસ્પિટલની લિફટમાંથી લાશ મળી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.27: રાજ્ય સરકારની દક્ષિણ મુંબઈ સ્થિત સેન્ટ જ્યોર્જ હોસ્પિટલની લિફ્ટમાંથી બુધવારે એક મહિલા કર્મચારીનો મૃતદેહ મળ્યો હતો. 45 વર્ષની આ મહિલા હોસ્પિટલની ક્લાસ ફોર વર્ગની કર્મચારી છે અને તે કોરોના વોર્ડમાં ફરજ બજાવતી હતી. બપોરે કોઈ કર્મચારીએ લિફ્ટનો દરવાજો ખોલ્યો ત્યારે અંદર પડેલી આ મહિલા કર્મચારીને જોઈ દંગ રહી ગયો હતો. આ મહિલાના મૃત્યુના ચોક્કસ કારણની ખબર પડી નહોતી. માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશને અત્યારે એક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધ્યો છે.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer