ડોંબિવલીના APMC વેપારી-કર્મચારીઓને સરકારી બસોમાં પ્રવેશ આપવાની માગણી

માન્ય ઓળખપત્ર હોવા છતાં બસોમાં પ્રવેશ અપાતો નથી
અમારા પ્રતિનિધિ તરફથી 
નવી મુંબઈ,તા.27: કોરોનાના પ્રકોપને કારણે અહીંની એપીએમસીની જથ્થાબંધ કૃષિ બજારો માથાડી કામદારો અને કર્મચારીઓની અછતથી ઝઝૂમી રહી છે, છતાં મુંબઈ, નવી મુંબઈ, થાણે , પાલઘર જિલ્લામાં જીવનાવશ્યક ચીજોનો પુરવઠો જાળવી રાખવામાં બજારોને સફળતા મળી છે.  
એપીએમસી મારકેટમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને કર્મચારીઓ ડોંબીવલીથી આવે છે. તેમના માટે મુશ્કેલી એ છે કે નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ અને બેસ્ટની બસોમાં પ્રવાસ કરવાની તેમને મનાઈ કરવામાં આવે છે. ગ્રોમાના મંત્રી ભીમજી ભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ગ્રોમા અને દાણાબંદરના ડાયરેકટર નિલેશ વીરાએ એપીએમસી એડમીનીસ્ટ્રેટર તેમજ કોંકણના ડીવીઝનલ કમિશ્નર સમક્ષ એપીએમસીના લોકોને બસમાં પ્રવેશ આપવા તત્કાળ આદેશ બહાર પાડવાની માગણી કરી છે. હાલની વિષમ પરિસ્થિતિમાં પણ બજારો ચાલુ રાખી વેપારીઓએ અનાજ કઠોળનો પુરવઠો જાળવી રાખ્યો છે.

Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer