શિક્ષણ વિભાગની સ્પષ્ટતા શૈક્ષણિક વર્ષ જૂનથી જ શરૂ થશે

કેટલીક શાળાઓ ઓનલાઈન ભણાવશે 
મુંબઈ,તા.27: રાજ્યના શિક્ષણ વિભાગે મંગળવારે એવી સ્પષ્ટતા કરી હતી કે કોરોનાના પ્રકોપમાં શાળાઓ ખુલી શકે કે નહીં પણ નવું શૈક્ષણિક વર્ષ જૂનથી શરૂ થઈ જશે.  
એજ્યુકેશન કમિશ્નર વિશાલ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્યની શાળાઓનું નવું શૈક્ષણિક વર્ષ 1પ જૂનથી શરૂ થશે.જ્યાં શાળાઓ નહીં ખુલી શકે ત્યાં અમે ડીજીટલ અભ્યાસ શરૂ કરાવીશું.  
મુંબઈ જેવા રેડ ઝૉનમાં શાળાઓ જૂનમાં શરૂ થવાની શક્યતા નથી. શિક્ષણ વિભાગે વિવિધ પક્ષકારોનાં સૂચન લીધાં હતાં. મોટા ભાગનાઓએ શાળાઓ જલ્દી નહીં ખોલવા જણાવ્યું હતું. પણ શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ જેમનું તેમ રાખવાનો નિર્ણય લીધો છે.  
હાલ રાજ્યમાં ઈ અભ્યાસ માટે જરૂરી ટેકનોલોજી કે સ્માર્ટ ફોન માત્ર 30 ટકા વિધાર્થિઓ પાસે છે ત્યારે નવું શૈક્ષણિક વર્ષ જૂનથી શરૂ કરવું મોટો પડકાર બની રહેશે. કારણ કે મોટા ભાગની શાળાઓ બંધ હશે અને બાકીના વિધાર્થિઓ પાસે ટેકનોલોજી હોય એ જરૂરી નથી, એમ મુંબઈની એક શાળાના પ્રિન્સીપાલે જણાવ્યું હતું.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer