શહેરના પાંચ વૉર્ડમાં કોરોનાને લીધે 50 ટકા મૃત્યું થયા છે

મુંબઈ, તા.27 : મુંબઈમાં કોરોનાને લીધે 1000 મૃત્યું થયા છે અને આમાં એ વાતની નોંધ લેવી ઘટે કે મુંબઈના 24 વૉર્ડમાંથી પાંચ વૉર્ડના દરેકમાં 100થી વધારે મૃત્યું થયા છે. એલ વૉર્ડ (કુર્લા-સાકિનાકા)માં 154 મરણ, ઈ વૉર્ડ (ભાયખલા, મુંબઈ સેન્ટ્રલ)માં 129, એચપૂર્વ (બાંદ્રા પૂર્વ, સાંતાક્રુઝ)માં 116, એમ-ઈસ્ટ (ગોવંડી-માનખુર્ધ)માં 108 અને કે-વેસ્ટ (અંધેરી વેસ્ટ )માં 103 મરણ થયા છે. મુંબઈની સરખામણીમાં મોટા રાજ્યો જેવા કે ઉત્તર પ્રદેશ (169), તામિળનાડુ (119), આંધ્ર પ્રદેશ (56) અને તેલંગણા (56) અને કર્ણાટક (44) ઓછા મરણ થયા છે. પાલિકાએ એક ડેથ કિમટી નિમી છે અને તે કોવિદના દર્દીના મરણનું કારણ શોધે છે. 
રસપ્રેદ વાત એ છે કે જી-નોર્થમાં 2000થી વધારે કેસ છે, પરંતુ મરણાંક 100થી પણ ઓછો છે. આમાં ધારાવીનો સમાવેશ થાય છે જ્યાં 85 મૃત્યું થયા છે. એલ વોર્ડમાં 154 મૃત્યું થયા છે જેમાંથી 66 મરણ 60 વર્ષથી વધારે વયના છે. 46-60ના વયજૂથમાં 65 મરણ થયા છે. આ વૉર્ડનું સોનેરી પાસું એ છે કે આ વૉર્ડમાં બાવન ટકાનો રીકવરી રેટ છે. 1667 પેશન્ટમાંથી 872 પેશન્ટ સાજા થઈ ગયા છે. 
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer