ખામી કાઢવાને બદલે ફડણવીસે કેન્દ્ર પાસેથી નાણાં લાવી આપ્યા હોત તો સારું થાત : શિવસેના

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકારની ખામીઓ કાઢી તેના બદલે કેન્દ્ર સરકાર પાસે નાણાકીય મદદ લાવી આપી હોત તો અમે તેમને અભિનંદન આપ્યા હોત એમ શિવસેનાના નેતા અને પરિવહન પ્રધાન અનિલ પરબે જણાવ્યું છે.
અનિલ પરબે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાંથી ઉપડેલી 600 શ્રમિક ટ્રેનનો તમામ ખર્ચ મહારાષ્ટ્ર સરકારે વહન કર્યો છે. શ્રમિકો પાસેથી એક પણ રૂપિયા લીધો નથી. તેથી એક ટ્રેન પાછળ 50 લાખ રૂપિયા ખર્ચ કેવી રીતે થાય છે તેનો હિસાબ ભાજપ આપે. ટ્રેન ઉપડવાના એક દિવસ પહેલા અમને જણાવો એમ રેલવે તંત્ર દ્વારા કહેવામાં આવતું હતું. અમે એસ.ટી. કે બસ દ્વારા શ્રમિકોને પહોંચાડીએ પછી અનેકવાર અવ્યવસ્થા સર્જાતી હતી.
મહારાષ્ટ્રને નાણાકીય વર્ષ 2019-20ના અમારા હિસ્સાના 18 હજાર કરોડ મળ્યા નથી અમને નિયમ અનુસાર જ નાણાં આપો. તે સિવાયના નાણાં જોઈતા નથી એમ પરબે ઉમેર્યું હતું.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer