મુંબઈમાં સેના તહેનાત કરવાની વાતને ગૃહ પ્રધાને અફવા ગણાવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.27: કરોનાગ્રસ્ત મુંબઈ અને પુણે લશ્કર તહેનાત કરાશે એવી અફવા જાણીજોઈને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહી છે એમ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે બુધવારે કહ્યું હતું. તેમણે એમપણ કહ્યું હતું આવી અફવા ફેલાવનારા સામે કડક પગલા લેવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 54 હજારથી વધુ દરદી છે અને આમાંથી મુંબઈ અને પુણેમાં 39 હજારથી વધુ દરદી મળ્યા છે.
ગૃહ પ્રધાને કહ્યું હતું કે વોટ્સઍપ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા ઈરાદાપૂર્વક લશ્કરની ગોઠવણીની અફવા ફેલાવવામાં આવી રહી છે. આર્મીને તહેનાત કરવાની વાત સાવ ખોટી છે અને સાઈબર ક્રાઈમ વિભાગ અફવા ફેલાવનારા સામે એકશન લેશે. અફવાઓને મહારાષ્ટ્ર સરકાર સહેજે સાંખી નહીં લે.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer