ખાનગી લૅબે કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ સાંજે જ આપવો પડશે

ખાનગી લૅબે કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ સાંજે જ આપવો પડશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : પાલિકા આયુક્તે ખાનગી પ્રોયગશાળાને આદેશ આપ્યો છે કે કોરના ટેસ્ટનો રીપોર્ટ જે દિવસે સેમ્પલ લીધું એ દિવસની સાંજ સુધી આપવાનો આદેશ આપ્યો છે. ઈકબાલ ચહલે કહ્યુ છે કે ખાનગી લેબે 24 કલાકમાં રીપોર્ટ આપવો પડશે આમાં વિલંબ થતાં કોરોના દર્દીના સંસર્ગમાં આવેલા કોન્ટેક્ટને શોધવામાં, તેમને ક્વૉરેન્ટાઈન કરવામાં અને દર્દીને દાખલ કરવામાં વિલંબ થાય છે. શહેરમાં દરરોજ 3,000 ટેસ્ટ થાય છે. પ્રયોગશાળાને 24 કલાકની સાઇકલનું પાલન કરવાનો અને નહીં તો કાર્યવાહીનો સામનો કરવાની ચીમકી અપાઈ છે.  જે નમૂનાને ભેગા કરાયા છે એના અહેવાલ બપોરના બાર વાગ્યા સુધી આપવો જોઈએ, જેથી અધિકારીઓ ડેટા ભેગા કરીને દર્દીની યાદી બીજા દિવસે સવારના આઠ વાગ્યા સુધી વૉર્ડ ઓફિસરને આપી શકે અને બપોર સુધી દર્દીને બૅડ મળી શકે. અમુક લેબ રીપોર્ટ આપવામાં છથી દસ દિવસ લગાડે છે. જો લેબની સેમ્પલનું એનાલીસીસ કરવાની ક્ષમતા ન હોય તો તેને આટલા બધા સેમ્પલ લેવા ન જોઈએ. અગાઉ રીપોર્ટ સવારના સાડાનવ વાગ્યે, બપોરના સાડાત્રણ વાગ્યે અને ક્યારેક સાડાસાત વાગ્યે આવતા હતા. ચહલે કહ્યું હતું કે જો રીપોર્ટ રાતના સાડાઆઠ વાગ્યે આવે તો દર્દીની બૅડની વ્યવસ્થા કેવી રીતે થાય. રાત્રે અમારા અધિકારીઓ અને તબીબો થાકી ગયા હોય છે.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer