કસાબને ફાંસી સુધી લઈ જનાર સાક્ષીનું અવસાન

કસાબને ફાંસી સુધી લઈ જનાર સાક્ષીનું અવસાન
કલ્યાણ, તા.27: મુંબઈમાં 26/11નો હુમલો કરનાર પાકિસ્તાની ત્રાસવાદીઓમાંથી જીવંત પકડાયેલા આજમલ કસાબની ઓળખ કરનાર વિટનેસ હરિશ્ચંદ્ર શ્રીવર્ધનકરનું આખરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા. આ હુમલામાં કામા હોસ્પિટલની બહાર તેમને બે ગોળી પણ વાગી હતી. આ મહિનાની શરૂઆતમાં તેઓ મુંબઈના ફુટપાથ પર બેહાલ અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને કલ્યાણ તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી અને ક્યાણ-ડોમ્બિવલીના ભાજપના એક નગરસેવકે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ તેમના ખબરઅંતર પુછવા કલ્યાની હોસ્પિટલમાં ગયા હતા અને ભાજપ વતી તેમને દસ લાખની મદદ પણ કરી હતી.

Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer