બૉમ્બે યાર્ન મર્ચન્ટ્સ ઍસોસિયેશન ઍન્ડ એક્સચેન્જ લૉકડાઉનમાં પણ સક્રિય

બૉમ્બે યાર્ન મર્ચન્ટ્સ ઍસોસિયેશન ઍન્ડ એક્સચેન્જ લૉકડાઉનમાં પણ સક્રિય
મુંબઈ, તા. 27 : મુંબઈ કોરોનાની આફત સામે લડી રહ્યું છે. લૉકડાઉનમાં બધી વેપારીઓ પ્રવૃત્તિ ઠપ હોવા છતાં ડૉ. જયકૃષ્ણ પાઠકના પ્રમુખપદ હેઠળ ધ બૉમ્બે યાર્ન મર્ચન્ટ્સ ઍસોસિયેશન ઍન્ડ એક્સચેન્જ લિમિટેડ વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો કરી શક્યું છે. લૉકડાઉનના સમયગાળામાં 13 વેબીનાર યોજ્યા હતા.
ડૉ. પાઠકે પ્રારંભમાં યાર્ન અને કાપડ ઉદ્યોગને કનડતી સમસ્યાઓ અંગે લોકો પાસે સૂચનો માંગ્યા હતા. બાદમાં તેનાથી આગળ વધીને તેમણે કેન્દ્રના કાપડ ઉદ્યોગ પ્રધાન સ્મૃતિ ઈરાની, રાજ્યના કાપડ ઉદ્યોગ પ્રધાન અસ્લમ શેખ તેમજ ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર અને `ફામ' આગેવાનો સાથે સંપર્કમાં રહ્યા હતા. હાવ ટુ વર્ક ફ્રોમ હોમ, બૅન્કિંગ, ફાઈનાન્સ ઍન્ડ કેશ ફ્લો, પ્રોડકશન, સેલ્સ ઍન્ડ માર્કેટિંગ, ટેક્સેશન, સપ્લાય અને મેનેજમેન્ટ, એડોપશન અૉફ લેટેસ્ટ ટેક્નોલૉજી, એકાઉન્ટિંગ ફ્રોમ હોમ અને પરિવાર માટે હોમ મેડ રેમેડીસ જેવા વિષયોના નિષ્ણાતો સાથે વેબીનાર યોજી ચર્ચા કરી હતી. ડૉ. પાઠકે વેબીનાર દ્વારા સાત બોર્ડ મિટિંગ અને `એસોસિયેશન'ના સભ્યો સાથે મિટિંગ યોજી હતી.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer