લોકડાઉનને લીધે હોલનું બાકિંગ રદ કરીને ઘરે જ સાદાઈથી પતાવ્યા મેરેજ

લોકડાઉનને લીધે હોલનું બાકિંગ રદ કરીને ઘરે જ સાદાઈથી પતાવ્યા મેરેજ
વર, વધુ સહિત હાજર હતા 10 જ જણ : ઝૂમ પર 800 લોકોએ લગ્ન નીહાળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 27 : લોકડાઉનને લીધે અનેક જણના મેરેજ અટકી ગયા છે અથવા તો તેમને સાદાઈથી પતાવવા પડે છે. વિદ્યાવિહારના ચીત્તરંજન નગરમાં રહેતા 29 વર્ષના કલ્પેશ કોરોડિયા અને મલાડમાં રહેતી 28 વર્ષની યેશા અજમેરા તેમના મેરેજ 18મી મેએ ધામધૂમથી ઘાટકોપરના ઇન્ટરિલન્ક બેન્કવેટ હોલમાં કરવાનું નક્કી કર્યું હતું. ડીજે 16મી મેએ જોલી જીમખાનામાં રખાયો હતો. જોકે કોરોનાનો મુંબઈમાં વ્યાપક પ્રસાર થતાં આ આખો પ્લાન રદ કરી દેવો પડ્યો હતો અને નિર્ધારિત તારીખે લગ્ન એકદમ સાદાઈથી છોકરાના ઘરે જ આટોપી લેવા પડ્યા હતા. આ લગ્નમાં છોકરા-છોકરી અને મહારાજને ગણીને કુલ દસ જણ જ હાજર રહ્યા હતા. અલબત્ત તેમના મેરેજ થયા એ 800 લોકોએ ઝુમ પર પર નિહાળ્યા હતા. આ જ રીતે 16મી મેએ ડીજે રખાયો હતો અને આમાં પણ જૂજ લોકોએ હાજરી આપી હતી કલ્પેશભાઈના 100 મિત્રોએ ઝૂમ એપ પર નિહાળ્યો હતો. આ એરેન્જડ મેરેજ હતા. કલ્પેશ મેન્યુફેકચિરંગ કનસ્લ્ટન્ટ છે અનેનવધૂ એડવોકેટ છે અને તેની પોતાની લીગલ ફર્મ છે. કલ્પેશની નાની બેન ઈન્ટરીયર ડેકોરેટર છે અને શણગારની જવાબદારી તેણે નીભાવી હતી. કન્યાપક્ષના ચાર જણ મલાડથી પોલીસની  ખાસ પરવાનગી લઈને મલાડથી ઘાટકોપર આવ્યા હતા. ટિળક નગર પોલીસ સ્ટેશને પણ લગ્નની છૂટ આપી હતી. જોકે કલ્પેશભાઈને હવે મુસીબતમાં મુકાઈ ગયા છે. જોલી જીમખાનામાં ડીજે માટે ભરેલા 25,000 રૂપિયા તો જીમખાનાવાળાએ પાછા આપવાની ખાતરી આપી છે, પરંતુ હૉલના દોઢ લાખ રૂપિયા એડવાન્સ ભર્યા હતા અને એ ક્યારે તેમને પાછા ફરશે તેની કોઈ ખાતરી મળતી નથી. આ નવદંપતીએ નક્કી કર્યું છે કે કોરોનાનું સંકટ પૂરું થાય ત્યાર બાદ જ તેઓ હનીમુન કરવા જશે.
Published on: Thu, 28 May 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer