વરુણ અને સારા અલી ખાન અભિનિત `કુલી નં. વન'' ડિજિટલી રીલિઝ નહીં થાય

વરુણ અને સારા અલી ખાન અભિનિત `કુલી નં. વન'' ડિજિટલી રીલિઝ નહીં થાય
હાલમાં મોટા ભાગની બોલીવૂડ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર જ રીલિઝ થવાની જાણ થાય છે. અજય દેવગણ અને અક્ષય કુમાર જેવા સ્ટાર કલાકારોની ફિલ્મો પણ ડિજિટલી રીલિઝ થઈ રહી છે ત્યારે રાહતના સમાચાર એ છે કે વરુણ ધવન અને સારા અલી ખાન અભિનિત કુલી નં. વન ડિજિટલી રીલિઝ થવાની નથી.   
તાજેતરમાં એક ઓટીટી પ્લેટફોર્મે રીલિઝ થનારી ફિલ્મોના કલાકાર ધરવાતું એક પોસ્ટર બહાર પાડયું હતું. આમાં આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અજય દેવગણ, અક્ષય કુમારની સાથે વરુણ ધવનનો ફોટો પણ હતો. આથી ચર્ચા શરૂ થઈ હતી કે વરુણ-સારાન ફિલ્મ કુલ નં. વન પણ ડિજિટલી રીલિઝ થશે. પરંતુ આ ફિલ્મના નિર્માતાઓએ આની ના પાડી હતી.   
વરુણ અને સારાની ફિલ્મો મનોરંજક હોય છે. તેને થિયેટરમાંજ  જોવાની મજા આવે એવું ચાહકોનું કહેવું છે. સારાએ પણ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેની ફિલ્મ ડિજિટલી રિલીઝ નહીં થાય.   
સારાની આગામી ફિલ્મ અતરંગી રે શીર્ષક પ્રમાણે ખરેખર અતરંગી છે. આના દિગ્દર્શક આનંદ એલ. રાય છે અને તેમાં સારાની સાથે ધનુષ અને અક્ષય કુમાર છે.     
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer