ટોકિયોવાસીઓ ઓલિમ્પિકનું આયોજન નથી ઈચ્છતા

ટોકિયોવાસીઓ ઓલિમ્પિકનું આયોજન નથી ઈચ્છતા
ટોક્યો, તા. 30 : કોરોના મહામારી વચ્ચે 2021માં ટોક્યો ઓલિમ્પિકનું આયોજન સ્થાનિક લોકો ઇચ્છતા નથી તેવા રિપોર્ટ છે. આ મામલે એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ટોક્યોના લોકોએ 2021માં ઓલિમ્પિકનું આયોજન ન કરવામાં આવે તેવો મત આપ્યો હતો. 
સર્વેમાં 51.7 ટકા લોકોએ ઓલિમ્પિકના આયોજનની વિરોધમાં મત આપ્યો હતો. 
તેમણે ઓલિમ્પિકનું આયોજન સ્થગિત કરવા અથવા તો રદ કરી દેવાની તરફેણ કરી હતી. 27 ટકાથી વધુ લોકોએ રદ કરવા કહ્યં હતું. જ્યારે 31.1 ટકા લોકો સ્ટેડિયમમાં દર્શકો વિના ટોક્યો ઓલિમ્પિકનું આયોજન ઇચ્છે છે. 15.2 ટકા લોકોએ દર્શકોની હાજરીની તરફેણ કરી હતી.
કોરોનાને લીધે ટોક્યો ઓલિમ્પિક હવે 2021માં 23 જુલાઇથી શરૂ થશે તેવું જાહેર થઇ ચૂક્યું છે.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer