2014નો એડિલેડ ટેસ્ટ ટીમ ઇન્ડિયા માટે સીમાચિહ્નરૂપ : કોહલી

2014નો એડિલેડ ટેસ્ટ ટીમ ઇન્ડિયા માટે સીમાચિહ્નરૂપ : કોહલી
નવી દિલ્હી, તા. 30 : કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે વર્ષ 2014માં એડિલેડમાં રમાયેલ ટેસ્ટ મેચ ટીમ ઇન્ડિયા માટે હંમેશા માઇલ સ્ટોન બની રહેશે. આ ટેસ્ટ મેચમાં માઇકલ કલાર્કના સુકાનીપદ હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતે જોરદાર ટક્કર આપી હતી. જો કે કોહલીની બન્ને ઇનિંગની સદી છતાં ભારતીય ટીમને આ મેચમાં હાર સહન કરવી પડી હતી.
કોહલીએ આજે તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે `અમે આજે જે ટીમ છીએ તેની સફરાનો આ ટેસ્ટ ઘણો જ મહત્વનો હિસ્સો છે. એડિલેડમાં 2014માં રમાયેલ એ મેચમાં બન્ને ટીમ તરફથી ઘણી ભાવનાઓ જોડાયેલી હતી. જે લોકોએ આ મેચ જોયો હતો તેમના માટે પણ શાનદાર હતો. જો કે અમે જીતી શકયા ન હતા, પણ આ મેચે અમને શિખવ્યું હતું કે જો અમે કાંઇ પણ કરી શકીએ છીએ. અમે બધા આ મેચને લઇને સમર્પિત હતા. મેચ અમે લગભગ જીતી જ લીધો હતો. ટેસ્ટ ટીમ તરીકે આ મેચ અમારા માટે મીલ કા પથ્થર જેવો છે.'
એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પહેલો દાવ 7 વિકેટે 517 રને ડિકલેર કર્યોં હતો.જેમાં વોર્નર, સુકાની કલાર્ક અને સ્મિથની સદી હતી. ભારતે કોહલીના 115 રનની મદદથી 444 રન કર્યાં હતા. બીજા દાવમાં ઓસિ.એ 5 વિકેટે 290 રન કરી દાવ ડિકલેર કર્યોં હતો. આથી ભારતને 364 રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. બીજા દાવમાં કોહલીએ 141 અને મુરલી વિજયે 99 રનની ઇનિંગ રમી હતી અને ભારતીય 315 રને ઓલઆઉટ થઇ હતી. આથી ભારતની હાર નોંધાઇ હતી.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer