આજથી મહારાષ્ટ્રમાં `કૃષિ સંજીવની સપ્તાહ''ની શરૂઆત

મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્રમાં કૃષિ ઉત્પાદનોમાં વધારા માટે આધૂનિક ટેક્નોલોજીથી ખેડૂતોને માહિતગાર કરવા માટેના `એગ્રિકલ્ચર વીક'નો શુભારંભ બુધવારથી રાજ્યના કૃષિ પ્રધાન દાદા ભુસે કરાવશે.કૃષિ સંજીવની સપ્તાહની શરૂઆત ત્ર્યંબકેશ્વર નજીકના સાપ્તે અને કોને ગામેથી થશે જ્યાં ખેતરમાં કૃષિ પ્રધાન હાજર રહેશે. પહેલી જુલાઇના મહારાષ્ટ્રના દિવંગત મુખ્ય પ્રધાન વસંતરાવ નાઇકની જન્મજયંતિ રાજ્યમાં કૃષિ દિન તરીકે ઉજવાય છે. એને ધ્યાનમાં લઇને સરકારે આ વર્ષે આ એગ્રિકલ્ચર વીકની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer