કોરોનિલ : બાબા રામદેવ વિરુદ્ધ જુન્નર કોર્ટમાં ફરિયાદ

મુંબઈ, તા. 30 : કોરોનાગ્રસ્ત દર્દી માટે પતંજલીએ તૈયાર કરેલી કોરોનિલ દવાનો ઉપયોગ કરવાથી દર્દી સાજો થાય છે એવા દાવો કરનાર બાબા રામદેવ વિરુદ્ધ મહારાષ્ટ્રના જુન્નરની પ્રથમ શ્રેણીની કોર્ટ માં ફરિયાદ દાખલ કરાઈ છે. 
બાબા રામદેવ અને આચાર્ય બાળકૃષ્ણે પત્રકાર પરિષદ ભરીને એવો દાવો કર્યો હતો કે કોરોનિલ નામની દવા લેવાથી દર્દી કોરોનામાંથી સાજો થાય છે. આની વિરુદ્ધ જુન્નરની અદાલતમાં ફરિયાદ દાખલ કરાઈ છે. લોના સ્ટુડન્ટ મદન કુર્હેએ આ ફરિયાદ દાખલ કરી છે. 
કાયદેસર પ્રક્રિયા પૂરી કર્યા વિના દવાનો પ્રચાર કરવો અને તેને બજારમાં મુકવી ગેરકાયદે છે. આમ કરીને ગ્રાહકોની ફસામણી કરાઈ છે. આ રાજ્યમાં રામદેવ વિરુદ્ધની આ પહેલી ફરિયાદ છે.  
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer