કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન સર્વિસ બમણી થશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન સર્વિસ બમણી થશે
મુંબઈ, તા. 30 : પશ્ચિમ અને મધ્ય રેલવેએ જો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સેવા વધારવાની માગણી થાય તો અત્યાર કરતા બમણી લોકલ દોડાવવા માટેની તૈયારી કરી લીધી . 
હાલ 402 લોકલ રોજ દોડાવાઈ રહી છે, જેમાં પશ્ચિમ રેલવે દ્વારા 202 અને મધ્ય રેલવે દ્વારા 130 લોકલ દોડાવાઈ રહી છે. જ્યારે હાર્બર લાઇન પર 70 લોકલ દોડી રહી છે. જેમાં આવશ્યક સેવાના 1.2 લાખ કર્મચારીઓ આવનજાવન કરે છે. 
સોમવારે, રાજ્ય સરકાર અને રેલવે પ્રશાસનના અધિકારીઓ વચ્ચે યોજાયેલી માટિંગમાં નિર્ણય લેવાયો હતો કે કેન્દ્ર સરકારના બેન્કિગ સેક્ટર સહિતના કર્મચારીઓને પરવાનગી આપવામાં આવશે. રેલવેના અધિકારીઓએ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ક્યુઆર કોડ આધારિત ઇ-પાસ સિસ્ટમ અપનાવે જેથી ગેરકાયદે મુસાફરીને અટકાવી શકાય. સૂત્રના જણાવ્યા મુજબ જેટલા પ્રમાણમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ મુસાફરી કરશે એ મુજબ ટ્રેન સેવા વધારવામાં આવશે. હાલ રાજ્ય સરકારની આવશ્ય સેવાના કર્મચારીઓ, બેસ્ટ-મહાપાલિકાના કર્મચારીઓ, પોલીસ, વૈદ્યકીય ક્ષેત્રે કામ કરનારાઓને જ યોગ્ય આઇ-કાર્ડ અને ટ્રેન ટિકિટ સાથે પ્રવાસ કરવાની પરવાનગી છે.

Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer