ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવવાની વડા પ્રધાનની જાહેરાતને આવકારતા મ્ખ્યુ પ્રધાન

ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવવાની વડા પ્રધાનની જાહેરાતને આવકારતા મ્ખ્યુ પ્રધાન
મુંબઈ, તા. 30 : રાષ્ટ્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 80 કરોડથી વધુ ગરીબોને નિશુલ્ક ખાદ્યાન્ન પૂરૂં પાડતી પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવેમ્બર સુધી પાંચ મહિના લંબાવવાની જાહેરાત કરી એને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આવકારી હતી. મુખ્ય પ્રધાન કાર્યાલયની યાદીમાં જણાવાયું હતું કે છેલ્લે વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાનો સાથેની વિડિયો કોન્ફરન્સિંગમાં ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાનને આ યોજના લંબાવવાની અપીલ કરી હતી, જેને વડા પ્રધાને માન્ય રાખી છે, એ બદલ વડા પ્રધાનનો આભાર. એપ્રિલથી કોરોના સંબંધી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન ત્રણ મહિના આ યોજનાનો અમલ થયો હતો અને હવે તેને નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer