કામ વિનાના થઈ ગયેલા ડબાવાળા જીવનનિર્વાહ માટે વતનમાં મજૂરી કરે છે

કામ વિનાના થઈ ગયેલા ડબાવાળા જીવનનિર્વાહ માટે વતનમાં મજૂરી કરે છે
મુંબઈ,તા. 30 : ત્રણ મહિના પહેલાં મુંબઈના ડબાવાળા અૉફિસમાં કામ કરતા લોકો માટે ભોજનના ડબાની ડિલિવરી કરતા હતા.
આજે તેઓ પોતાના વતનના નગરમાં બાંધકામ મજૂર તરીકે કામ કરી રહ્યા છે.દરરોજ સાઈકલ પર અનેક કિલોમીટરનો પ્રવાસ કરીને ટિફિન પહોંચાડવાનું કામ, બાંધકામની સાઈટ પર આખો દિવસ કામ કરવા કરતાં સહેલું હતું. 
કોરોના વાઈરસની મહામારી ફાટી નીકળી એ બાદ બેરોજગાર થયેલા મુળશી તાલુકાના ધોકલવાડી ગામમાં ગયેલા ડબાવાળા અશોક ધોકાલેએ કહ્યું હતું કે મારી પાસે મજદૂરી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી કારણકે મારા પરિવારનું ગુજરાન તો ચલાવવાનું છે. 
ટિફિન પહોંચાડીને મહિનાના 20000 રૂપિયા કમાતા અશોકને હાલ પ્રતિ દિન મજૂરીના 400 રૂપિયા મળે છે. તેના જ ગામના બીજા ચાર સાથીઓ પણ વતન પાછા ફર્યા છે અને નાના મોટાં કામ કરી ગુજરાન ચલાવે છે. અન્ય એક ડબાવાળા કિસન ધોકાલેએ કહ્યું હતું કે સદનસીબે અહીં અમારા પોતાનાં ઘર છે.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer