ગણતરીના વારકરીઓ સાથે સંત જ્ઞાનેશ્વર અને તુકારામની પાદુકાઓ બસમાં પંઢરપુર રવાના

ગણતરીના વારકરીઓ સાથે સંત જ્ઞાનેશ્વર અને તુકારામની પાદુકાઓ બસમાં પંઢરપુર રવાના
મુંબઈ, તા. 30 (પી.ટી.આઈ.): અષાઢી એકાદશીની પૂર્વસંખ્યાએ પૂણીમાં આળંદીથી બપોરે એક વાગ્યે સંત જ્ઞાનેશ્વરની પાદુકાઓ લઈને ફૂલો લાદેલી બસ પંઢરપુર જવા રવાના થઈ હતી. તેમાં માત્ર 20 વારકરીઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. અષાઢી એકાદશીએ પંઢરપુરમાં વિઠોબાના દર્શન માટે લાખો ભાવિકોની ભીડ ઉમટે છે. પરંતુ કોરોનાના ઉપદ્રવને કારણે આખાય શહેરમાં કરફયુ લાદવામાં આવ્યો છે.
આ બસ આળંદીથી બપોરે `જય હરિ વિઠ્ઠલ' અને `જ્ઞાનોબા માઉલી તુકારામ'ના નારા ઉપસ્થિત ભાવિકોએ પોકાર્યા હતા. બીજી ફૂલોથી શણગારેલી બીજી બસ પૂણેમાં દેહુ ગામથી સંત તુકારામની પાદુકાઓ લઈને પંઢરપુર જવા રવાના થઈ હતી, આ બસો કાફલામાંના અન્ય વાહનોમાં 90 વારકરી જોડાયા હતા. તેઓ બધાનો કોરોનાનો ટેસ્ટ કરવામાનઅ ાવ્યો હતો. સદ્ભાગ્યે તેઓ બધા કોરોના નેગેટીવ હોવાનું પરીક્ષણમાં માલૂમ પડયું હતું. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પત્ની રશ્મી ઠાકરે પણ આવતીકાલે અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુરમાં વિઢોબાના દર્શન કરવાના છે.
Published on: Wed, 01 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer