અભિનેતા મનીષ ખન્ના કુમકુમ ભાગ્યમાં જોવા મળશે

અભિનેતા મનીષ ખન્ના કુમકુમ ભાગ્યમાં જોવા મળશે
લૉકડાઉન ધીમેધીમે ખુલી રહ્યું છે તે સાથે જે ટીવી સિરિયલોના શાટિંગ પણ શરૂ થયા છે. ઝી ટીવીની સિરિયલોએ પણ શાટિંગ શરૂ કરી દીધા છે. આ ચેનલનો લોકપ્રિય શો કુમકુમ ભાગ્ય છે. આ શોના નાયક-નાયિકા રણબીર અને પ્રાચીના જીવનમાં હવે શું થશે તે જાણવા દર્શકો ઉત્સુક છે. લૉકડાઉન પહેલાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, રણબીરે પ્રાચી સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. ત્યાર બાદ પ્રાચી તેનાથી દૂર રહે છે. છતાં હકીકત એ હોય છે કે તે પણ રણબીરને ચાહે છે. જો કે, રણબીરની સગાઈ માયા સાથે થવાની છે. પરંતુ દાદી દલજીત અને માતા પલ્લવી મોલમાં રણબીર અને પ્રાચીની કેમેસ્ટ્રી જુએ છે અને માયા સાથેની સગાઈ અચકાવવાનું નક્કી કરે છે.   
હવે 13મી જુલાઈથી કુમકુમ ભાગ્યના નવા એપિસોડ પ્રસારિત થશે અને આ શોમાં દુષ્યંતાસિંહ ચૌબેનો પ્રવેશ થશે. આ દુષ્યંતાસિંહનું પાત્ર અભિનેતા મીષ ખન્ના ભજવી રહ્યો છે. દુષ્યંતાસિંહ માયાના અંકલ છે અને તે રણબીર-પ્રાચીના જીવનમાં મુશ્કેલી ઊભી કરશે. મનીષ નકારાત્મક પાત્ર ભજવી રહ્યો છે પરંતુ તે સ્ટોરીમાં વળાંક લાવવા માટે જરૂરી છે.   
મનીષે જણાવ્યું હતું કે, કુમકુમ ભાગ્ય અત્યંત લોકપ્રિય સિરિયલ છે. આ અગાઉ મેં ઈશ્ક સુભાન અલ્લાહમાં નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. હવે દુષ્યંતાસિંહનું નેગેટિવ પાત્ર મળ્યું છે. આ પાત્રમાં દર્શકો મને ઘૃણા કરશે અને તે જ મારી અભિનયક્ષમતાનો એવોર્ડ હશે.

Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer