ડિસ્કવરી પ્લસ પર પાંચ નવા શો ઉમેરાશે

ડિસ્કવરી પ્લસ પર પાંચ નવા શો ઉમેરાશે
વિજ્ઞાન, સાહસિકતા, મિલિટરી, ફૂડ, લાઈફસ્ટાઈલ જેવા વિવિધ વાસ્તવિક જીવન સાથે સંકળાયેલા મુદ્દાઓ પર વિવિધ પ્રકારના મનોરંજક કાર્યક્રમ માટે જાણીતી ડિસ્કવરી પ્લસ ઍપ પર જુલાઈ મહિનામાં પાંચ નવા શો ઉમેરાયા છે. આ પાંચ શો છે ટેલ્સ ઓફ વેલોર, કોવિડ-19: ઈન્ડિયાઝ વૉર અગેનસ્ટ ધ વાઈરસ, પ્રોજેકટ રનવે સિઝન 18, એક્સપિડિશન અનનોન સિઝન-6 અને રિચર્ડ હેમોન્ડસ બિગનો સમાવેશ થાય છે.   
ડિસ્કવરી પ્લસ પર મિલિટરી સંબંધિત કેટલાક શો આવે છે. હવે ટેલ્સ ઓફ વેલોર દ્વારા તેમાં એકનો વધારો થયો છે. મરુફ રઝા દ્વારા કયુરેટેડ અને નેરેટેડ ટેલ્સ ઓફ વેલોર હકીકત આધારિત ડોકયુમેન્ટરીઝ છે. આમાં કુલ બાર સ્ટોરી છે અને તે 20 જુલાઈએ રજૂ થશે.  
કોવિડ-19 નો ભારતમાં પગપેસારો અને પ્રસાર કઈ રીતે થયો અને ત્યાર બાદ તેને માત કરવા શા ઊપોય હાથ ધરાયા તેની ડોકયુમેન્ટરી કોવિડ-19: ઈન્ડિયાઝ વૉર અગનેસ્ટ ધ વાઈરસમાં દર્શાવવામાં આવ્યું છે. 16 જુલાઈએ શરૂ થનારો આ શો ઇંગ્લીશ, હિન્દી, તામિલ, તેલુગુ, કન્ન્ડ, મલયાલમ અને બંગાળી ભાષામાં જોવા મળશે. હિન્દીભાષી શોમાં ફિલ્મ અભિનેતા મનોજ બાજપેયીએ સ્વર આપ્યો છે.   
પ્રોજેકટ રનવે ફેશન અને લાઈફસ્ટાઈલ સંબંધિત રિયાલિટી શો છે. આમાં સ્પર્ધકોએ પોતાની ટેલેન્ટને ઝળકાવવાની હોય છે. સાહસવીરોને રસ પડે એવો શો એક્સપિડિશન અનનોનની છઠ્ઠી સિઝનમાં જોશ ગેટ્સ કેટલાક જવાબો મેળવવા માટે મિશન પર નીકળ્યો હોય છે. આમાં કેટલીક વણઉકેલાયેલી ઘટનાઓ, ગુમ થયેલા શહેરો, દટાયેલા ખજાના તથા અન્ય મુંઝવતી ઘટનાઓનો સમાવેશ થાય છે. 27 જુલાઈએ શરૂ થનારા આ શોના ત્રણ એપિસોડ ડિસ્કવરી પ્લસ પર ઉપલબ્ધ થશે. રિચર્ડ હેમન્ડ'સ બિગમાં રિચર્ડ ઊંચા સ્થાપત્યો અને મોટા મશીનના ઉપયોગને જાણશે તથા એન્જાનિયર્સ તેનો કઈ રીતે ઉપયોગ કરે છે તે જણાવે છે.
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer