આલિયાનું પાત્ર અત્યંત પડકારજનક છે : રેહના પંડિત

આલિયાનું પાત્ર અત્યંત પડકારજનક છે : રેહના પંડિત
ટીવી સિરિયલોના શાટિંગ શરૂ થતાં જ ટીવી કલાકારો વ્યસ્ત થઈ ગયા છે. આવતા અઠવાડિયાથી ઝી ટીવી પર કેટલીક સિરિયલોના નવા એપિસોડનું પ્રસારણ શરૂ થશે. પરંતુ લૉકડાઉન બાદ સિરિયલો પ્રત્યે દર્શકોનું આર્ષણ જળવાઈ રહે તે માટે તેમાં વિવિધ અણધાર્યા વળાંકો આવશે કે કલાકારો બદલાઈ જશે. ઝી ટીવીની સિરિયલ કુમકુમ ભાગ્યમાં છ વર્, સુધી શીખા સિંહ અભી (શબ્બીર અહલુવાલિયા)ની બહેન આલિયાનું પાત્ર ભજવતી હતી. આ નેગેટિવ પાત્ર અત્યંત સશક્ત હોવા છતાં શીખાએ તે છોડી દીધું છે અને હવે નવા એપિસોડમાં તેના સ્થાને અભિનેત્રી રેહના પંડિત જોવા મળશે.   
રેહનાએ જણાવ્યું હતું કે, કુમકુમ ભાગ્ય અત્યંત લોકપ્રિય સિરિયલ છે અને તેમાં મને પાત્ર ભજવવાની ઓફર મળતાં જ મેં તેને સ્વીકારી લીધી હતી. શીખાએ ભજવેલા પાત્રને હવે મારે ભજવવાનું છે. આલિયાનું પાત્ર પડકારજનક છે અને મારી તેને શીખાની ઈમેજમાંથી બહાર લાવીને મારી રીતે ભજવવાનું છે. શાટિંગ શરૂ થઈ ગયું છે અને સેટ પર સાવધાની રાખવામાં આવે છે.
નવા નિયમો સાથે શાટિંગ કરવામાં થોડી મુશ્કેલી થાય છે પરંતુ સમય જતાં આદત પડી જશે.   
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer