શાહિદ કપૂરની ફિલ્મ `જર્સી''ના શાટિંગ આડે આવે છે સરકારી નિયમો

શાહિદ કપૂરની ફિલ્મ `જર્સી''ના શાટિંગ આડે આવે છે સરકારી નિયમો
તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેકમાં શાહિદ કપૂર અભિનય કરે છે. મૂળ ફિલ્મના દિગ્દર્શક ગૌતમ તિન્નાનુરી જ હિન્દી ફિલ્મનું દિગ્દર્શન કરે છે. આ ફિલ્મનું 70 ટકા શાટિંગ પૂરું થઈ ગયું છે અને હવે શાટિંગના જે સરકારી નિયમો બનાવ્યા છે તે આ ફિલ્મના શાટિંગની આડે આવી રહ્યા છે.  દિગ્દર્શક ગૌતમે જણાવ્યું હતું કે, અમારે ચંડીગઢના સ્ટેડિયમમાં ત્રણથી ચાર અઠવાડિયાનું શાટિંગ બાકી છે. આ માટે અમારે ઓછામાં ઓછા એકસો ક્રૂ મેમ્બર્સની જરૂર છે. સ્ટેડિયમમાં શાટિંગ કરવાનું છે અને જુદાજુદા એન્ગલથી કેમેરા ગોઠવવાના છે. સરકારી નિયમો અનુસાર 45થી અધિક સભ્યે આઉટડોર શાટિંગમાં ન હોવા જોઈએ. આથી અમારું કામ અટકી ગયું છે.   
આ ઉપરાંત લૉકડાઉન દરમિયાન  શાહિદની ક્રિકેટ રમવાની પ્રેક્ટિસ અધુરી રહી છે. એટલે શાટિંગ શરૂ કરવાના બે સપ્તાહ અગાઉ તેણે પ્રેકટિસ કરવી પડશે. અગાઉ જૂન મહિનામાં શાટિંગ શરૂ કરવાની આશા હતી. કોવિડ-19ના કેસોની સંખ્યા વધતી જતી હોવા છતાં શાહિદે સૌને આશા આપીને વિશ્વાસ જગાવ્યો હતો. ગૌતમે ઉમેર્યું હતું હવે અમે નવા સરકારી નિયમોની રાહ જોઈએ છીએ. વળી વર્તમાન સ્થિતિ પણ ભયજનક બનતી જાય છે એટલે આવામાં બધાને શાટિંગ માટે આવવાનું કહેવું પણ જોખમી છે. આ સાથે આપણે સે ન્યૂ નૉર્મલ સાથે જીવતા શીખવાનું છે એટલે સેનેટાઈઝેશન અને જંતુનાશક દવાઓના છંટકાવની સાથે શાટિંગ શરૂ કરવાની તૈયારી કરવી જ રહી.  નોંધનીય છે કે, લૉકડાઉન દરમિયાન ગૌતમે ફિલ્મના શૂટ થયેલા હિસ્સાને એડિટ કરવાનું કામ કર્યું હતું. 
Published on: Sat, 11 Jul 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer